વડોદરાના 3 યુવાનોએ મીઠાઇ બનાવવાનું ઓટોમેટિક મશીન તૈયાર કર્યું

વડોદરાના 3 યુવાનોએ મીઠાઇ બનાવવાનું ઓટોમેટિક મશીન તૈયાર કર્યું

વડોદરાઃવડોદરાના 3 એન્જિનિયરિંગ થયેલા યુવાનો કિશન વઘાસિયા, જગદીશ ગોંડલીયા અને હિરેન ત્રાપસિયા દ્વારા તેમના સ્ટાર્ટઅપ વેન્ચર 'મિલેનિયમ ટેકનો સોલ્યુશન'ના માધ્યમથી ઓટોમેટિક મીઠાઈ મેકિંગ મશીન બનાવવામાં આવ્યું છે આ મશીનના માધ્યમથી કલાકો સુધી ચાલતી લાંબી મીઠાઈ મેકિંગ પ્રોસેસને ઓટોમેશન સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં તમામ મીઠાઈનો સ્વાદ અને ગુણવત્તા સમાન રહે છે આ મશીનથી મીઠાઈ બનાવતી વખતે ઓટોમેટિક રીતે તેનું કટિંગ, રાઉંડિંગ તથા શેપિંગ થઈ શકશે માત્ર એક કલાકના સમયગાળામાં 2800થી 3000 જેટલા મીઠાઈના નંગ (પિસિઝ) આ મશીનના માધ્યમથી તૈયાર થઈ શકે છે આ મશીનમાં પેંડા, બરફી, કાજુ કતરી અને કોપરાપાક સહિતની મીઠાઇઓ બનાવી શકાય છે br સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત 150 લાખનની સહાય મળી br ખૂબ જ નજીવા પાવર સપ્લાયથી ચાલતા મશીનની ખાસિયત એ છે કે, બધા જ મીઠાઇના નંગ એક સમાન વજનના મળે છે અને તેની ગણતરી પણ ઓટોમેટિક થઈ જાય છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સપોર્ટેડ આ સ્ટાર્ટઅપને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત 150 લાખ રૂપિયાની સહાય પણ મળી છે અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આ સ્ટાર્ટઅપ વેન્ચરે ગોંડલ બીએપીએસ મંદિર ખાતેના ભોજન વિભાગમાં આ મશીન મૂકીને તેનું પ્રાથમિક અમલીકરણ શરૂ કર્યું છે br રિસર્ચ કરીને મશીન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતુ br કોલેજ સમય દરમિયાન તેઓને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ચાલતા ભોજનાલયમાં બનતી મીઠાઈઓના અલગ-અલગ સાઈઝ તથા વજનના તફાવતોના કારણે થતાં પ્રોબ્લેમને જોઈને તેમને આ મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારબાદ તેઓએ રિસર્ચ કરીને આ મશીન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું br આ ઇનોવેટિવ મશીનની ખાસિયતો br ૧ ઓછા ઇલેક્ટ્રિક પાવરનો વપરાશ br ૨ કાર્યશ્રમ તથા ઝડપી br ૩ સમાન વજન, સ્વાદ, આકાર અને ગુણવત્તા br ૪ સરળ તથા એડજસ્ટેબલ રચના br ૫ ઇઝી ક્લિનિંગ પ્રોસેસ


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-01-16

Duration: 00:51

Your Page Title