ગરમ કોફી રેડીને યુવકે બરફમાં ફસાયેલા 3 મીંદડાંનો જીવ બચાવ્યો

ગરમ કોફી રેડીને યુવકે બરફમાં ફસાયેલા 3 મીંદડાંનો જીવ બચાવ્યો

કેનેડાના અલ્બર્ટા વિસ્તારમાં ટોમાહોકનો રહેવાસીએ ત્રણ મીંદડાં એટલે કે બિલાડીના બચ્ચાનો જીવ બચાવ્યો છે બરફ હોવાને ત્રણેયની પૂંછડી જમીનમાં દટાઈ ગઈ હતી આ ત્રણ મીંદડાંને બચાવતો વીડિયો કેન્ડલ ડિસ્વિકે પોતાના અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો 22 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો br br વીડિયોની સાથે કેપ્શનમાં કેન્ડલે લખ્યું છે કે, આજુબાજુની દરેક વસ્તુ પર બરફ જામેલો હતો અને તે સમયે મને રસ્તાને કિનારે 3 મીંદડાં દેખાયા તીવ્ર ઠંડીને લીધે તેમની પૂંછડી જમીન બરફ સાથે જામી ગઈ હતી મને લાગ્યું કે, તેઓ રાતથી ત્યાં જ પડ્યા હશે પૂંછવાળી જગ્યા પર મેં ગરમ કોફી રેડી અને પછી તે ત્રણેયને મારી સાથે ઘરે લઈ આવ્યો તેમને જમવાનું અને પાણી આપ્યું હાલ તેઓ એકદમ સ્વસ્થ અને મારા મિત્ર બની ગયા છે


User: DivyaBhaskar

Views: 375

Uploaded: 2020-01-29

Duration: 00:58