ઓલેક્ટ્રા ઈ બસમાં પેસેન્જર્સ પગ ફેલાવીને સૂઈ શકે છે, ડ્રાઈવરને ઝોકુ આવતા એલાર્મ વાગશે

ઓલેક્ટ્રા ઈ બસમાં પેસેન્જર્સ પગ ફેલાવીને સૂઈ શકે છે, ડ્રાઈવરને ઝોકુ આવતા એલાર્મ વાગશે

ઓટો એક્સ્પો 2020માં હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રિક બસમેકર ઓલેક્ટ્રા-BYDએ તેની નવી ઇલેક્ટ્રિક બસ C9 લોન્ચ કરી હતી જો કે, આ બસની કિંમત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી મીડિયા ડેના બીજા દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી દ્વારા આ બસ લોન્ચ કરવામાં આવી હતી આ ઇલેક્ટ્રિક બસ ઘણી સુવિધાઓથી સજ્જ છે આ ઉપરાંત, તેની એવરેજ પણ સારી એવી છે br br br br આ ઇલેક્ટ્રિક બસ વિશે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે, મુંબઈ અને હૈદરાબાદના કેટલાક લોકોએ આ બસના બુકિંગમાં રસ દાખવ્યો છે એટલે કે, આગામી દિવસોમાં આ બસ આ શહેરોમાં દોડતી જોવા મળી શકે છે તેની કિંમત અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કંપનીનું કહેવું છે કે, જીએસટી અને સબસિડી જેવી બાબતોને ધ્યાનમાં રાખીને તેની કિંમતની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે


User: DivyaBhaskar

Views: 573

Uploaded: 2020-02-08

Duration: 02:13

Your Page Title