ગુજરાતી વેપારીઓએ લાંચ લેતી મહિલા કોન્સ્ટેબલનો વીડિયો બનાવ્યો, ડીસીપીએ તત્કાળ જ કાર્યવાહી કરી

ગુજરાતી વેપારીઓએ લાંચ લેતી મહિલા કોન્સ્ટેબલનો વીડિયો બનાવ્યો, ડીસીપીએ તત્કાળ જ કાર્યવાહી કરી

રાજસ્થાનના જોધપુર પાસેના લૂણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કાંકાણી-નીમલા હાઈવે પર વાહનચાલકોને કાયદાનો ડર બતાવીને તોડ કરતી મહિલા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની પોલ ગુજરાતના વેપારીઓએ ખોલી હતી રાજસ્થાન પોલીસમાં ફરજ બજાવનાર બે પોલીસકર્મીઓએ ધંધાર્થે ત્યાં ગયેલા વેપારીઓની કાર ચેકિંગના નામે રોકીને સીટબેલ્ટ નહીં પહેરવા બદલ એક હજાર રૂપિયા માગ્યા હતા મહિલા કોન્સ્ટેબલે કહેલી લાંચની આ રકમ સાંભળીને વેપારીઓએ આનાકાની કરવા માંડી હતી અંતે આખો સોદો 500 રૂપિયામાં પાર પડ્યો હતો સુનિતા નામની આ મહિલા કોન્સ્ટેબલે લીધેલી લાંચનો વીડિયો વેપારીએ રેકોર્ડ કરી લીધો હતો જેમાં સાંભળી પણ શકાય છે કે તે 500 રુપિયા લીધા બાદ વેપારીઓને સીટ બેલ્ટ લગાવી દેવાની સલાહ આપે છે જેથી આગળ ફરી તેમને કોઈ ચેકિંગ માટે ના રોકે br br br ત્યાંથી નીકળીને બંને વેપારીઓએ સીધો જ પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરીને પૂરાવા તરીકે વીડિયો પણ રજૂ કર્યો હતો વીડિયોના આધારે ડીસીપીએ પણ તત્કાળ જ એક્શન લઈને મહિલા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરને તે પોલીસ સ્ટેશનમાંથી લાઈન અટેચ કરી દીધા હતા સીટ બેલ્ટ નહીં પહેરનાર કારચાલકને મેમો આપવાના બદલે તેની પાસેથી 500 રૂપિયાની લાંચ લેવા બદલ આ પગલું ભરાયું હતું


User: DivyaBhaskar

Views: 375

Uploaded: 2020-02-08

Duration: 01:15

Your Page Title