વડોદરાના અલકાપુરીમાં નિર્માણાધીન ઈમારત પરથી નીચે પટકાતા શ્રમજીવી મહિલાનું રહસ્યમય મોત

વડોદરાના અલકાપુરીમાં નિર્માણાધીન ઈમારત પરથી નીચે પટકાતા શ્રમજીવી મહિલાનું રહસ્યમય મોત

વડોદરાઃશહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતની સાઈટ પર શ્રમજીવી મહિલાનું રહસ્યમય મોત નિપજ્યું હતું બિલ્ડર દ્વારા મામલો રફદફે કરવામાં આવે તે પહેલાં પોલીસ સ્થળ પર પહોંચી જય કાર્યવાહી હાથ ધરી હતી br br પટકાવાના અવાજથી અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા br br મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામે એક વૈભવી હોટેલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે આજે, સવારે કન્સ્ટ્રક્શનની ચાલતી કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે પટકાતા મોત નિપજ્યું હતું પટકાવાના અવાજથી અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોંત નિપજ્યું હતું બનાવની જાણ થતાં જ સુપરવાઇઝર અને બિલ્ડર સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે, આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે મહિલાના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ આરંભી છે br br સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ br br મહિલાનું ઉપરથી પડવાના કારણે કે નીચે કામ કરતા સમયે મોત નિપજ્યું તે રહસ્ય છે પરંતુ, ઘટના બાદ તમામ કામદારોને સ્થળ પરથી રવાના કરી બિલ્ડર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રહસ્યમય બનાવ અંગે સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 542

Uploaded: 2020-02-09

Duration: 00:57

Your Page Title