10 વર્ષના બાળકે ઝીરો એન્ગલથી ગોલ કર્યો, લોકોએ મેસી સાથે સરખામણી કરી

10 વર્ષના બાળકે ઝીરો એન્ગલથી ગોલ કર્યો, લોકોએ મેસી સાથે સરખામણી કરી

કેરળમાં 10 વર્ષના એક બાળકે ઝીરો એન્ગલથી ગોલ કરીને ફૂટબોલ ફેન્સને હેરાન કરી દીધા છે ખેલાડીનું નામ દાની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોને દાનીની માતાએ ફેસબુક પર પોસ્ટ કર્યો છે તેને પૂર્વ ભારતીય ફૂટબોલર આઇએમ વિજયને પણ ટ્વિટર પર શેર કર્યો હતો br br આ મેચ ઓલ કેરળ કિડ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ હતી, જે 9 ફેબ્રુઆરીએ મિનાન્ગડીમાં રમાઈ હતી દાનીએ કેરળ ફૂટબોલ ટ્રેનિંગ સેન્ટર તરફથી રમતા મેચમાં હેટ્રિક કરી હતી ટૂર્નામેન્ટમાં 13 ગોલ કરનાર દાનીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા યૂઝર્સ આ બાળકની સરખામણી અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી સાથે કરી રહ્યા છે


User: DivyaBhaskar

Views: 3.7K

Uploaded: 2020-02-15

Duration: 00:32

Your Page Title