રેસ્ટોરાંના કિચનનાં સિંકમાં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયો, યુઝર્સે ટીકા કરી

રેસ્ટોરાંના કિચનનાં સિંકમાં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયો, યુઝર્સે ટીકા કરી

અમેરિકાના મિશિગનમાં એક રેસ્ટોરાંના કિચનના સિંક (ખાળકૂંડી)માં નહાતા કર્મચારીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો વાઇરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે આ વીડિયો પહેલાં ટિક્ટોક પર વાઇરલ થયો હતો અને ત્યારબાદ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે br br આ વીડિયો મિશિગનના ગ્રીનવિલે વેન્ડીઝ રેસ્ટોરાંનો છે વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિચનના સિંકમાં બેસીને નાહી રહ્યો છે તેવામાં જ એક અન્ય કર્મચારી આવીને તેને સારી રીતે નાહવાની શિખામણ આપે છે ત્યારબાદ યુવક સાબુથી નાહવાનું શરૂ કરીને સિંક હોટ ટબ જેવું લાગે છે તેમ જણાવે છે આકરી પ્રતિક્રિયાઓ જોયા બાદ તરત જ રેસ્ટોરાં મેનેજમેન્ટ પણ હરકતમાં આવ્યું હતું છેલ્લા અહેવાલો મુજબ તેમણે આ કર્મચારીઓને બરતરફ કર્યા છે


User: DivyaBhaskar

Views: 2.4K

Uploaded: 2020-02-17

Duration: 01:33

Your Page Title