અમિત શાહે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી

અમિત શાહે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી

દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે. થોડા સમયબાદ રથયાત્રાનો પ્રારંભ થશે. જેમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. પરંતુ દર્શન માટે રથયાત્રાના દિવસે માસ્ક પહેરવું ફરજિયાત કરાયુ છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામા આવ્યો છે. br br ભગવાનની મંગળા આરતી સાથે જ હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. આરતી સમયે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા. આરતી બાદ સવારે 5:45 કલાક ભગવાનને રથમાં બેસાડવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. મંદિરમાં પહિંદ વિધિ કરીને રથને ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવશે.


User: Sandesh

Views: 174

Uploaded: 2022-06-30

Duration: 19:58

Your Page Title