વલસાડ જળબંબોળ, ઈંટના ભઠ્ઠામાં ફસાયેલા કામદારોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યૂ

વલસાડ જળબંબોળ, ઈંટના ભઠ્ઠામાં ફસાયેલા કામદારોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યૂ

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં ઘૂસ્યા છે. વલસાડનો 75 ટકા હિસ્સો પાણીમાં ડૂબ્યો છે, ત્યારે પોલીસ અને NDRFની ટીમ દ્વારા સતત લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. br br વલસાડના આટીયાવાડ વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પર વહેલી સવારથી વરસાદના પાણી વચ્ચે ફસાયેલા 40 જેટલા કામદારોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. NDRFની ટીમે વહેલી સવારથી અત્યાર સુધીમાં વલસાડના અલગ-અલગ વિસ્તારોમાંથી 100 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કર્યું છે. આજ રીતે નીચાણવાળા મોગરવાડી છપ્પન વિસ્તારમાં પણ વલસાડ પોલીસે કમરસમા પાણીમાંથી લોકોને બહાર કાઢીને સ્થળાંતર કર્યા છે.


User: Sandesh

Views: 501

Uploaded: 2022-07-11

Duration: 03:57

Your Page Title