બનાસકાંઠાનું દિયોદર જળબંબાકાર

બનાસકાંઠાનું દિયોદર જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અને વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર જામી છે. કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જામ્યો હતો અને 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાલનપુરના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર પણ ઢીંચણ સમા પાણી ભરાયા અને વાહનચાલકોને અટવાવાનો વારો આવ્યો છે.


User: Sandesh

Views: 205

Uploaded: 2022-08-16

Duration: 01:15

Your Page Title