રાહુલ ગાંધીને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર

રાહુલ ગાંધીને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર

મિશન 2022માં 125 સીટો જીતવાના લક્ષ્યાંક માટે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે. ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને રણનીતિ ઘડવા માટે આજે કોંગ્રેસ કાર્યલયમાં પ્રદેશ કારોબારી બેઠક br br મળી હતી. જેમાં રાહુલ ગાંધીને જ ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર કરાયો હતો. br br હાસિલ કરાશે 125 સીટો જીતવાનો લક્ષ્યાંક br br વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ અલગ અલગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ br br સિવાય નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમ્યાન પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ શકિત વંદના કાર્યક્રમ કરી જનતા સુધી કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસના વચનો br br પહોચાડવાનું કાર્ય કરશે. આ ઉપરાંત ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુક દિઠ બાઇક રેલીનુ આયોજન કરવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આહ્વાન કર્યું છે. br br બુથ મેનેજમેન્ટની નબળાઈ દૂર કરાશે br br કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ નબળું હોવાની નેતાઓની ફરિયાદ બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસ 52 હજાર બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકશે. મારું બુથ મારું ગૌરવ અંતર્ગત રાહુલ ગાંધીએ br br ગુજરાતની જનતાને આપેલા 8 વચનો અને ભાજપ સરકારની 6 નિષ્ફળતાઓ સાથેના નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 24,25 અને 26 સપ્ટેમ્બરે સિનિયર નેતાઓ br br સહિત કોંગ્રેસના કાર્યકરો નાગરિક અધિકાર પત્ર 1.50 કરોડ ઘરોમાં પહોચાડવામાં આવશે. તથા દરવખતે વિધાનસભાની ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસે મિશન 2022 માટે ફ્રન્ટ ફૂટ પર br br રમવાનું મન બનાવી લીધું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની નવી સ્ટેટજીનો લાભ ગુજરાત કોંગ્રેસને વર્ષ 2022ની ચૂંટણીમાં કેટલો મળે છે તે જોવાનું રહેશે.


User: Sandesh

Views: 591

Uploaded: 2022-09-18

Duration: 03:38

Your Page Title