ગુજરાત સરકારે શાળામાં દિવાળી વેકેશનની કરી જાહેરાત, જાણો કયારથી પડશે?

ગુજરાત સરકારે શાળામાં દિવાળી વેકેશનની કરી જાહેરાત, જાણો કયારથી પડશે?

શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની હાઇસ્કૂલોનું દિવાળી વેકેશન જાહેર કર્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાનું વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. નિયામક કચેરીએ તમામ ડીઇઓ-ડીપીઇઓને ઉદ્દેશીને લખેલા પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાઓમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધીનું 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. br br ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. જેથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પણ સમાન વેકેશનની તારીખ જાહેર કરી છે.


User: Sandesh

Views: 13.4K

Uploaded: 2022-09-28

Duration: 00:36