ગાંધીનગરમાં ધોળેદહાડે ગોળી મારી કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો

ગાંધીનગરમાં ધોળેદહાડે ગોળી મારી કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો

ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈન્દ્રોડાનાં આશરે 35 વર્ષના કિરણ વિરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી. br br ગાંધીનગરમાં સેકટર-10 પાસે ઘટના બની હતી. જ્યાં સરેઆમ યુવાનને ગોળી ધરબી દેવામાં આવી તે સ્થળેથી પોલીસ ભવન અડધો કિલોમીટર અને સચિવાલય એક કિલોમીટરના અંતરે આવેલું છે. હત્યાનો ભોગ બનેલ યુવાન કિરણ મકવાણા ઇન્દ્રોડા ગામે રહેતો હતો. કિરણજી પર બરડાના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ પોઇન્ટ બ્લેન્ક રેન્જ કરાયું હતું. ગોળી પીઠના ભાગેથી આરપાસ નીકળી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું.


User: Sandesh

Views: 515

Uploaded: 2022-09-28

Duration: 01:03

Your Page Title