હું જતો રહેત તો તેમનુ શું થાત? પહેલી વખત ગેહલોતે મૌન તોડ્યુ

By : Sandesh

Published On: 2022-10-02

729 Views

00:50

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે સવારે પહેલીવાર બળવાખોર ધારાસભ્યોની નારાજગીનું કારણ જણાવ્યું. આ સાથે તેણે પાયલોટ ગ્રુપ પર પણ નિશાન સાધ્યું હતું. એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, જ્યારે ગેહલોતને પૂછવામાં આવ્યું કે શું બધું સારું છે, તો તેમણે કહ્યું- 'કોંગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે એક લીટીનો ઠરાવ પસાર ન થઈ શક્યો. ઠરાવ પસાર ન થઈ શક્યો તેનું મને દુઃખ છે. તેથી જ મેં માફી પણ માંગી, પણ આ સ્થિતિ કેમ થઈ?'

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024