પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા બદલ આ ખેલાડી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ

પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા બદલ આ ખેલાડી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ

વિશ્વની ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત રોમાનિયાની સિમોના હાલેપ ડોપિંગના મામલે અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ થઇ છે. ઇન્ટરનેશનલ ટેનિસ એસોસિયેશનને જણાવ્યું પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા બદલ હાલેપ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સસ્પેન્શન બાદ હાલેપે સોશિયલ મીડિયામાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. તેણે લખ્યું હતું કે મારી જિંદગીની સૌથી મુશ્કેલ મેચનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 31 વર્ષીય હાલેપને ડોપિંગ વિરોધી પ્રોગ્રામના આર્ટિકલ 7.12.1 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવી છે. રોમાનિયાની ટેનિસ ખેલાડી કારકિર્દીમાં બે ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-10-21

Duration: 00:29

Your Page Title