સૌરાષ્ટ્ર યુનિ. પેપરકાંડ: પરીક્ષા નિયામકે VRSનો નિર્ણય લેતા ખળભળાટ

સૌરાષ્ટ્ર યુનિ. પેપરકાંડ: પરીક્ષા નિયામકે VRSનો નિર્ણય લેતા ખળભળાટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કાંડ ઝડપાયા બાદ હવે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ એકાએક રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણૂક થયાના માત્ર ચાર જ મહિનામાં નિલેશ સોનીએ પરીક્ષા નિયામક પદેથી રાજીનામું આપી દીધું છે. પેપર લીક કાંડ બાદ પરીક્ષા નિયામકના રાજીનામાંથી અનેક ચર્ચાઓ થવા લાગી છે. br br સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામકે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી. પેપરલીક કાંડમાં દોષનો ટોપલો નિયમાક પર નાખવાનો પ્રયાસ કરાયો હતો. નિયામકના નિર્ણયથી યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીની સ્વૈચ્છિક નિવૃતિની અરજી કરી છે. પેપરલીક પ્રકરણમાં દોષનો ટોપલો પરીક્ષા નિયામક ઉપર નાખવાના ખેલથી નિર્ણય લીધો. પરીક્ષા નિયામક નીલેશ સોનીએ VRSનો નિર્ણય લેતા ખળભળાટ મચી ગયો છે.


User: Sandesh

Views: 223

Uploaded: 2022-10-22

Duration: 00:42