સાંસદ મનસુખ વસાવાએ દિકરી માટે ટિકિટ માંગી, જાણો BJP એ શું કહ્યું?

સાંસદ મનસુખ વસાવાએ દિકરી માટે ટિકિટ માંગી, જાણો BJP એ શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ પરિવારજનો માટે ટિકિટ માંગી હતી. જેને લઇ પાર્ટીએ ટિકિટ ના આપવાનો નિર્ણય લીધો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દિકરી માટે ટિકિટ માંગી હતી. વસાવાએ સોશિયલ મિડિયા પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે પાર્ટીના આદેશ મુજબ કામ કરીશું અને ભાજપને જીતાડવા કામે લાગી શું. br br સાંસદ મનસુખ વસાવાએ દિકરી માટે ટિકીટ માંગી હતી. પરંતુ ચાલુ MP-MLA ના પરિવારજનોને ટિકીટ ના આપવાનો પાર્ટીનો નિર્ણય છે. આ અંગે ટ્વિટર પર મનસુખ વસાવાએ લખ્યું કે જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ. જે નિર્ણયને અમે શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરીશું. નાંદોદ વિધાનસભા તથા ડેડીયાપાડા વિધાનસભાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલના નામો ગયા છે.


User: Sandesh

Views: 1.5K

Uploaded: 2022-11-04

Duration: 04:53

Your Page Title