ચીનમાં ઠંડી વધતા જ 'કોરોના વિસ્ફોટ', 1 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા

ચીનમાં ઠંડી વધતા જ 'કોરોના વિસ્ફોટ', 1 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા

ચીનમાં ફરીથી કોરોનાનો ભય ફેલાઇ ગયો છે. ચીનમાં કોવિડના દૈનિક કેસોનો રાફડો ફાટ્યો છે. ચીનના નેશનલ હેલ્થ બ્યુરો અનુસાર, ચીનમાં 24 કલાકમાં કુલ 31,454 કેસ નોંધાયા છે. ચાર દિવસ પહેલા એટલે કે 20 નવેમ્બરે 26,824 કેસ નોંધાયા હતા. બેઇજિંગમાં કોવિડ-19 બાદ છ મહિનામાં ત્રણ લોકોના મોત થયા છે. ચીનમાં કડક શૂન્ય કોવિડ નીતિ લાગુ છે. લોકડાઉન, માસ ટેસ્ટિંગ અને મુસાફરી પ્રતિબંધો વચ્ચે ચેપના ફેલાવાને રોકવા માટે દેશ અવિરતપણે કામ કરી રહ્યો છે. br br ચીનમાં કોરોના એટલો ફેલાઈ ગયો છે કે બેઈજિંગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે નવા પગલાં હેઠળ, બેઇજિંગની મુસાફરી કરનારાઓએ ત્રણ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.


User: Sandesh

Views: 465

Uploaded: 2022-11-24

Duration: 00:50

Your Page Title