કોંગ્રેસે પૂર્વ CM સ્વ.કેશુભાઇ પટેલને ભારત રત્ન આપવા માગ કરી

કોંગ્રેસે પૂર્વ CM સ્વ.કેશુભાઇ પટેલને ભારત રત્ન આપવા માગ કરી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને ભારત રત્ન આપવાની કોંગ્રેસ તરફથી માગણી કરવામાં આવી છે. રાજકોટમાં PM મોદીના આગમન પહેલાં કોંગ્રેસે ખાસ માગણી કરી છે. br br આપણે વારંવાર એવું સાંભળતા હતા કે સરદાર પટેલને કોંગ્રેસ પક્ષે અન્યાય કર્યો છે. 1991માં સરદાર પટેલને ભારત રત્ન મળ્યા બાદ સરદાર પટેલને સાથે કામ કરવાની એમના વિચારોથી કામ કરવાની અને એમની પ્રણાલીથી કામ કરવાની કેશુબાપાએ ગુજરાતમાં શરૂઆત કરી. કેશુબાપા માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પાટીદાર સમાજના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના અગ્રણી ખેડૂત આગેવાન હતા. આજે અમે માંગણી કરીએ છીએ કે આવતીકાલે વડાપ્રધાન જ્યારે રાજકોટ આવે ત્યારે કેશુબાપાને ભારત રત્નથી નવાજવામાં આવે તેની જાહેરાત કરવામાં આવે.


User: Sandesh

Views: 370

Uploaded: 2022-11-27

Duration: 01:31

Your Page Title