ચીનમાં ભયંકર કોરોના: હોસ્પિટલમાં લાશોના ઢગલા, મૃતદેહો ઉઠાવવા માટે ભરતી

ચીનમાં ભયંકર કોરોના: હોસ્પિટલમાં લાશોના ઢગલા, મૃતદેહો ઉઠાવવા માટે ભરતી

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. કોવિડ સંબંધિત ડેટા અને માહિતી છુપાવવા માટે ચીન સતત નવા દાવપેચ ચલાવી રહ્યું છે. ચીનનો દાવો છે કે છેલ્લા 6 દિવસથી ત્યાં કોરોનાથી કોઈનું મોત થયું નથી. પરંતુ ચીનમાંથી જે વીડિયો સામે આવી રહ્યા છે તે અલગ જ કહાની કહી રહ્યા છે. br br માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે ચીનના શાંઘાઈ શહેરનો એક વીડિયો શેર કર્યો છે. આમાં શાંઘાઈની એક હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા જોવા મળે છે. તેમના મતે આ વીડિયો 24 ડિસેમ્બરનો છે. આટલું જ નહીં જેંગે અંસાન શહેરનો એક વીડિયો પણ શેર કર્યો છે. તે જોઈ શકાય છે કે ચીનમાં ફ્યુનરલ હોમ (અંતિમ સંસ્કાર ઘરો) કેવી રીતે ભરાઈ ગયા છે. અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવાઈ રહી છે. કોરોનાના સતત મોતને કારણે મૃતદેહોને અંતિમ સંસ્કાર ગૃહના પાર્કિંગમાં રાખવામાં આવી રહ્યા છે.


User: Sandesh

Views: 105

Uploaded: 2022-12-28

Duration: 00:35

Your Page Title