દેશને મળી 8મી વંદે ભારત એક્સપ્રેસની ભેટ

દેશને મળી 8મી વંદે ભારત એક્સપ્રેસની ભેટ

આજે એટલે કે રવિવારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી, 2023ના રોજ આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડશે. સત્તાવાર માહિતી અનુસાર, દેશની આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના તટીય શહેર વિશાખાપટ્ટનમ સુધી દોડશે. જે 8 કલાકમાં લગભગ 700 કિમીનું અંતર કાપશે. તે બંને રીતે રાજમુન્દ્રી, વિજયવાડા અને વારંગલમાં રોકાશે. આ દક્ષિણ ભારતની બીજી વંદે ભારત ટ્રેન અને દેશની આઠમી વંદે ભારત ટ્રેન હશે.


User: Sandesh

Views: 23

Uploaded: 2023-01-15

Duration: 02:22

Your Page Title