લોકડાઉનથી મજૂરો સલવાયા, વાહનવ્યવહાર બંધ થતાં અમદાવાદથી રાજસ્થાન પગપાળા

By : DivyaBhaskar

Published On: 2020-03-24

5.2K Views

00:32

હિંમતનગર: કોરોના વાઈરસના કહેરને પગલે ગુજરાતને 31 માર્ચ સુધી સરકારે લોકડાઉન કર્યુ છે અને કલમ 144 લાગુ કરાઈ છેલોકડાઉનને પગલે વાહન વ્યવહાર બંધ કરાતાં રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મજૂરી કરવા આવેલા લોકોની હાલત કફોડી બની છે લોકડાઉનને પગલે તેમણે વતન ભણી દોડ મૂકી છે મજૂરી કરવા આવેલા લોકોએ અમદાવાદથી વાયા હિંમતનગર રાજસ્થાન પગપાળા યાત્રા કરવા મજબૂર બન્યા છે જેને પગલે નેશનલ હાઈવે 8 પર અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લાગતી કતારો કોરોના વાઈરસના કહેરના પગલે લાગેલી જોવા મળી રહી છે

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024